ડીસાના પશુપાલક દૂધ ઉત્પાદન થકી લાખોની આવક મેળવે છે. જોરાપુરા ગામના પશુપાલક દર રોજ ડેરીમાં 110થી 115 લીટર દૂધ ભરે છે. વર્ષે તેઓ લગભગ 8 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે.
બનાસકાંઠા: જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. પશુપાલન થકી સારી આવક પણ મેળવી રહ્યા છે. ડીસા તાલુકાના જોરાપુરા ગામના કપૂરજી પરમાર છેલ્લા 9 વર્ષથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અત્યારે તેમની પાસે 10 જેટલા પશુઓ છે. પશુપાલક દરરોજ 110થી 115 લીટર દૂધ ગામની ડેરીમાં ભરાવે છે. એક મહિનામાં લગભગ 1 લાખ કરતા વધુની આવક પણ મેળવે છે.
ડીસા તાલુકાના જોરાપુરા ગામ ખાતે રહેતા પરમાર કપુરજી મેવાજી છેલ્લા 9 વર્ષથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. પહેલા તેઓ પરંપરાગત ખેતી કરતા હતા. ખેતીમાં કોઈ પણ પ્રકારનો નફો ન મળતા પશુપાલનના વ્યવસાય સાથે જોડાયા હતા. તેમને 2 પશુઓથી પશુપાલન શરૂ કર્યું હતું.
પશુપાલનમાં 50 ટકા ખર્ચ અને 50 ટકા નફા સાથે વાર્ષિક 8 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે. પરમાર કપુરજી મેવાજીએ માત્ર 4 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પરંતુ જિલ્લામાં અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.