ખેડૂતો પર આભ ફાટ્યુ, ડુંગળીની નિકાસ બંધ થતા થશે મોટું નુકસાન રસ્તાઓ પર નાખી ડુંગટળીયો વધુ વાંચો ...

 

ડુંગળીના ભાવમાં અચાનક તેજી આવી હતી. ત્યારે સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. જેના કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. ડુંગળીના ભાવ ઘટતા ભાવનગર જિલ્લાનાં ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો સમય આવ્યો .


ભાવનગર: ઘણી વખત ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન થયા છે. પરંતુ આ વર્ષ સરકારે ડુંગળીન નિકાસ બંધ કરી દેતા ખેડૂતોને ફટકો પડ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે. પરંતુ સરકારે નિકાસ બંધ કરતા ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. ડુંગળીના ભાવ ઘટના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો સમય આવ્યો છે. ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોને આર્થિક નુકસાનની ભોગવવી પડે તેમ છે. 20 કિલોના ભાવ 1000 રૂપિયા સુધી પહોંચી ગયા હતાં. ત્યારે નિકાસ બંધ થતા ખેડૂતો ઉપર આભ તૂટી પડ્યું હતું.



ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું 18,200 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. સમગ્ર ગુજરાતનું 41. 43 % ડુંગળીનું વાવેતર એકલા ભાવનગર જિલ્લામાં જ થયું છે. હાલમાં પણ ખેડૂતો ડુંગળીનું વાવેતર કરી રહ્યા છે. ત્યારે ભાવનગર, તળાજા, મહુવા વિસ્તારના મોટાભાગના ખેડૂતોએ ચોમાસાની સીઝન દરમિયાન ડુંગળીનું વાવેતર કર્યું હતું.

સૌપ્રથમ ડુંગળીની ઉત્પાદનની શરૂઆતના સમયે 1,000 રૂપિયા સુધી 20 કિલોનો ભાવ બોલાયો હતો. તેમજ સફેદ ડુંગળીનો ભાવ 850 રૂપિયા સુધી બોલાયો હતો અને ખેડૂતોએ સારી આવક મેળવી હતી. પરંતુ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ભાવમાં કડાકો બોલી ગયો છે અને ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આસરાણા ગામના ખેડૂતે 20 વીઘા જમીનમાં સફેદ અને લાલ ડુંગળીનું વાવેતર કર્યું છે અને હજુ બીજા 10 વીઘા જમીનમાં વાવેતર શરૂ છે. પરંતુ હરાજી ન થવાને કારણે ડુંગળીનું વેચાણ થયું નથી અને ડુંગળીની નિકાસ બંધ કરવાને કારણે ભાવમાં ઘટાડો થયો છે.

ખેડૂત કનુભાઈ કાતરીયાએ જણાવ્યું કે, હું વર્ષોથી ડુંગળીનો વાવેતર કરું છું. આ વર્ષે પણ લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કર્યું છે. એક વીઘે 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો છે. ત્યારે હાલ સરકાર દ્વારા નિકાસ બંધ કરવાને કારણે 300 રૂપિયા ભાવ મળી રહ્યો છે.